વાવાઝોડું દીવથી 40 કિમી દૂર દરિયામાં ડિપ ડિપ્રેશન બની જશે : વરસાદની આગાહી યથાવત : નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
મહા વાવાઝોડાની સંભવિત અસર ને પગલે ગુજરતના દરિયાકિનારના જિલ્લામાં તંત્ર દ્વારા તકેદારીના તમામ
પગલાં લેવામાં આવ્યા છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાંથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત થનાર લોકોની સ્થળાંતરની
તૈયારી પણ કરી દેવામાં આવી છે. પરંતુ હવામાન વિભાગે આજે જાહેરાત કરી છે કે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના
દરિયાકાંઠે ટકરાશે જ નહીં. કારણ કે કાલ સવાર સુધીમાં તે ડિપ ડિપ્રેશન બની જવાનું છે.દિવથી 40 કિમિ દૂર અંતરે વાવાઝોડું નબળું પડી જવાના છે. જેથી વાવાઝોડુ દરિયા કાંઠા સુધી પહોંચવાનું જ નથી. પરંતુ વાવાઝોડાની અસર હજુ વર્તાવાની હોય વરસાદ ની આગાહી યથાવત રહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.તેમ છતા તંત્ર સજ્જ છે.